મહેસાણા : વનરક્ષક પેપર કાંડ મામલે રેન્જ આઇજીનો ચોંકાવનારો ખુલાસો,જાણો સમગ્ર બાબત..

મહેસાણામાં વનરક્ષક પરીક્ષામાં કોપી કેસના મામલે રેન્જ IG અભય ચુડાસમાએ ચોંકવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું

Update: 2022-03-28 10:11 GMT

મહેસાણામાં વનરક્ષક પરીક્ષામાં કોપી કેસના મામલે રેન્જ IG અભય ચુડાસમાએ ચોંકવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે,રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં રવિવારે ગેરરીતિ સામે આવી હતી. મહેસાણા ઉનાવા નાગરિક મંડળ સેન્ટર પર નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્ર ના જવાબ ફરતા થયા હતા. જેમાં પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલા 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે.

મહેસાણા ઉનાવા પેપર ગેરરીતિ મામલે કેસમાં આરોપી મનિશા ચૌધરી ના પિતાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મનિશાના પિતા જણાવ્યું હતું કે, મારી દિકરીને ખોટી રીતે આ કેસમાં સંડો વવામાં આવી છે.અમે એક સામાન્ય પરિવારના વ્યક્તિ છીએ અને ખેતી કરીને ગુજરાન ચલાવે છીએ, મારી દીકરી ખૂબ મહેનત કરી હતી. સમગ્ર મામલે ઉનાવા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, મૌલિક ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત મનીષા ચૌધરી, જગદીશ ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલ તથા રવિ મકવાણા સામે ફરિયાદ નોંધાઇ છે.રાજુ, સુમિત, ઘનશ્યામ, અલ્પેશે સાથે મળીને કાવતરું રચ્યું હતું. પ્રશ્નપત્રના મોબાઇલથી ફોટા પાડી વોટ્સએપથી બહાર મોકલ્યું હતું. વળી પેપરના જવાબ તૈયાર કરીને રીક્ષાર્થીઓને મોકલ્યા હતા. તેમજ જવાબ લખેલા કાગળો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરી દેવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી . 

Tags:    

Similar News