નર્મદા: કેવડીયા ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Update: 2023-09-08 10:10 GMT

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો'ના થીમ આધારિત વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે. નવ દિવસીય મોન્સૂન ફેસ્ટિવલમાં અનેકવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ લીલા આધારિત ભજનો અને ગરબાની રજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લિન થયા હતા સાથે સમગ્ર દિવસભર અનેક રસપ્રદ એક્ટિવિટી પણ યોજાઈ હતી

Tags:    

Similar News