નવસારી : ચિમલા ગામે ઉપસરપંચ અને યુવાન પર હુમલો કરનાર 8 શખ્સોની ધરપકડ...

Update: 2023-05-06 10:08 GMT

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિમલા ગામમાં ટોળકીએ યુવાનને માર મારતા ઉપ સરપંચ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલાખોરોએ ઉપ સરપંચ ઉપર પણ કરેલા હુમલાની ઘટનામાં પોલીસે 8 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, નવસારીના ચીખલી તાલુકાના ચિમલા ગામે ગત તા. 27મી એપ્રિલના રોજ ગામના જ યુવક દીપક પટેલ ઉપર હિતેશ પટેલ સહિતની ટોળકીએ હુમલો કર્યો હતો. આ ટોળકીએ દીપક પટેલ પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. જેની જાણ ચીમલા ગામના ઉપસરપંચ હરીશ પટેલને થઈ હતી..

ત્યારે માનવતાના ધોરણે હરીશ પટેલે ઘાયલ યુવાન દિપક પટેલને સારવાર અપાવવા માટે બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં દિપકના પરિવારજનો આવી જતા તેઓ હોસ્પિટલમાંથી નીકળી ફરીવાર ચીમલા ગામ જવા નીકળ્યા હતા, ત્યારે અગાઉથી ઊભા રહેલા હિતેશ પટેલના સાગરિતોએ ઉપસરપંચની કારને રોકી ગાળ આપી હતી અને કહ્યું હતું કે, દિપકને કેમ સારવાર અપાવી.? આમ વિવાદ વધતા ટોળકીમાના એક શખ્સે હરીશ પટેલ ઉપર હુમલો કરી દીધો હતો, જેની ફરિયાદ થતા બીલીમોરા પોલીસે હુમલો કરનાર 8 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દીપક પટેલ અને હિતેશ પટેલ વચ્ચે કોઈ કારણોસર અણબનાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ, ઇજાગ્રસ્ત દીપક પટેલે પણ હિતેશ પટેલ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

Tags:    

Similar News