નવસારી : એબી સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે થયું મોત, સીડી ચડતી સમયે ઢળી પડી...

10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને ઢળી પડી હતી.

Update: 2023-06-26 11:12 GMT

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધ્યું છે, જેનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત નીપજતાં વિદ્યાર્થિનીનાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો છે. નવસારી શહેરને અડીને આવેલા પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી આજે દરરોજની માફક સવારે શાળા પર આવી હતી. 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને ઢળી પડી હતી. તનિષાની તબિયત બગડી હોવાની જાણ થતાં જ શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતાં વિદ્યાથિનીનાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો છે.

Tags:    

Similar News