નવસારી : રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું બંદર બનશે “ધોલાઇ”, મત્સ્યઉદ્યોગ મંત્રીએ કરી સમીક્ષા...

5 હજાર કરોડના ટર્ન ઓવરની કમાણી કરી આપતા મત્સ્યઉદ્યોગ માટે નવસારી જિલ્લાના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે.

Update: 2023-04-15 09:37 GMT

નવસારી જિલ્લાના ધોલાઈ બંદરની મુલાકાતે રાજ્યમંત્રી રાઘવજી પટેલ આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ માછીમારોના પડતર પ્રશ્નો અને ધોલાઇ બંદરના વિકાસ અંગે સમીક્ષા કરી હતી. અધધ... 5 હજાર કરોડના ટર્ન ઓવરની કમાણી કરી આપતા મત્સ્યઉદ્યોગ માટે નવસારી જિલ્લાના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે. ધોલાઇ બંદરથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર તરફ 1200થી વધુ લોકો માછીમારી કરવા માટે મધદરીયે જાય છે.

જોકે, આ વ્યવસાયમાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજી પટેલ ધોલાઈ બંદરની મુલાકાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ માછીમારોના પડતર પ્રશ્નો અને ધોલાઇ બંદરના વિકાસ અંગે સમીક્ષા કરી હતી. ધોલાઈ બંદરના વિકાસ માટે 10 કરોડ રૂપિયા અગાઉ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી એનું કામ પૂરું થઈ શક્યું નથી, ત્યારે હવે માછીમારો માટે આઈસ ફેક્ટરી, શેડ ઉભા કરવા, પેટ્રોલ પંપ નજીકમાં હોવો અને એમાં પણ સબસીડી આપવી સહિતના તમામ પ્રશ્નો અંગે માછીમારો સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ, ધારાસભ્ય નરેશ પટેલે પણ કામ જલ્દી પૂર્ણ કરવા તેમજ ધોલાઇ બંદર રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું બંદર બને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Tags:    

Similar News