નવસારી : વહેલી સવારથી જ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત, ક્યાક વૃક્ષો ધરાશાયી તો ક્યાક ભરાયા પાણી

શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે

Update: 2022-07-07 13:01 GMT

નવસારી શહેર તથા જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. રેલ્વે સ્ટેશન પર શેઢથી પાણી ટપકતા મુસાફરોને ઉભા થવાની મુશ્કેલીના વિડિયો વાયરલ થવા સાથે 5 અલગ અલગ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

નવસારી શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો ક્યાંક ટપકતા વરસાદી પાણીના કારણે તો ક્યાંક વૃક્ષ ધરાશય થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નવસારીથી મોટી સંખ્યામાં સુરત અપ-ડાઉન કરતા મુસાફરોને રેલ્વે સ્ટેશનના પતરાના શેડમાંથી ટપકતા પાણીના કારણે બેસવાની મુશ્કેલી પડી હતી. જોકે, કેટલાક મુસાફરોને પડતી હાલાકીનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. નવસારીમાં ભારે વરસાદ અને પવનના કારણે 5 અલગ અલગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં લોકોને અવર-જવર માટે પણ હાલાકી વેઠવી પડી હતી. વિજલપોર પાલિકાની ટીમ 2 વિભાગમાં વહેચાઈને કામગીરી કરી હતી. ઉપરાંત વરસાદી આફત સામે લડવા માટે નવસારી જિલ્લામાં NDRFની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી.

Tags:    

Similar News