નવસારી : અર્ધ સળગેલી હાલતમાં પરિણીત પ્રેમિકાનો મૃતદેહ મળી આવતા પોલીસે કરી હત્યારા પ્રેમીની ધરપકડ...

મોબાઈલ અને સીસીટીવી કેમેરા તો જાણે ગુનાઓ શોધવા માટે પ્રથમ સોપાનો બની ગયા છે.

Update: 2024-04-03 12:58 GMT

21મી સદીના આધુનિક ટેકનોલોજીના જમાનામાં ગુનો કરી સંતાડવુ અધરુ બની ગયુ છે. મોબાઈલ અને સીસીટીવી કેમેરા તો જાણે ગુનાઓ શોધવા માટે પ્રથમ સોપાનો બની ગયા છે નવસારી જિલ્લા પોલીસે હત્યાના ગુનાને આત્મહત્યામાં ખપાવવાના પ્રેમીના કાવતરાને ખુલ્લુ પાડ્યુ છે.

તા. 29મી માર્ચના રોજ અબ્રામા ગામના દેવળ ફળિયામા રહેતી મુક્તિ પટેલનો અર્ધ સળગેલી હાલતમાં મૃઇતદેહ મળી આવ્યો હતો. ઘટનાક્રમમાં પોલીસે સીસીટીવી અને ટેકનીકલ સર્વેલન્સના આધારૈ તપાસ હાથ ધરી હત. જેમા મૃતક મુક્તિ સાથે આડા સંબંઘો ઘરાવતા મટવાડ ગામના ડુંગલા ફળિયાના રાજેશ પટેલે ડીઝલ નાખી યુવતીને સળગાવી દીધાનું તપાસમાં બહાર આવતા આરોપી રાજેશ પટેલની ધરપકડ કરવામા આવી છે. જોકે, કાવતરુ રચી આયોજનબધ્ધ રીતે હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જેમા ક્રાઈમ પેટ્રોલ જોઈને હત્યાની યોજના બનાવી હતી, સાથે જ સળગાવવા માટે ધીમેથી સમગ્ર રીતે સળગી શકે એટલે ડીઝલનો ઊપયોગ કર્યો હતો. પરંતુ શાતીર દિમાગ પરિણીત પ્રેમીના કાવતરાનો ભાંડો ફુટી ગયો છે. જોકે, પોલીસે આ બળાત્કાર બાદ હત્યાનો ગુનો બને છે કે કેમ તેના માટે ફોરેન્સીક હેઠળ તપાસ હાથ ધરવામા આવી છે.

Tags:    

Similar News