નવસારી- મહાદેવને પ્રિય એવી પિંડીના પાકને બચાવવા ધરતીપુત્રોના પ્રયાસો,જુઓ કેવું હોય છે આ કંદમૂળ

મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ છે

Update: 2022-02-27 08:07 GMT

મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ છે ત્યારે નવસારીના ગણદેવીમાં આવેલ કછોલી ગામના ગંગેશ્વરમહાદેવના મંદિરે આ કંદમૂળ પીંડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં માત્ર નવસારીના ગણદેવીમાં આવેલ કછોલી ગામના ગંગેશ્વરમહાદેવના મંદિરે વેચાતી આ કંદમૂળ પીંડી તમે જોવ છો તે શિવજી મહાશિવરાત્રીના દિવસે આરોગતા હતા ત્યારથી આ પીંડી જગપ્રસિધ્ધ થઇ અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખેલ શિવસાધક આરોગે છે.જે આજે પણ ગણદેવી તાલુકાએ જીવંત રાખી છે જો કે અન્ય જગ્યાએ આ પીંડીનું નામો નિશાન ભૂલાયું છે.પીંડી સ્વસ્થ્ય ની દ્રષ્ટીએ પણ અકસીર છે.પેહલાના સમયમાં પીંડી કંદમૂળ શિવરાત્રીના ઉપવાસમાં ઘરે-ઘરે મળી આવતું હતું જે તત્કાલીન સમયમાં લુપ્ત થઇ રહ્યું છે.વર્ષ દરમિયાન એક વાર આ પીંડીનો પાક લેવામાં આવે છે એક મણ પિંડીની કિંમત 800 થી1000 સુધી ઉપલબ્ધ થતી હોય છે.પીંડી કંદમૂળ જે વિસરાઈ રહી છે.જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. પણ શિવજીની પસંદગીનીની તમામ બાબતોને અગ્રીમતા આપી તેનું આચરણ કરવાનું અહીંના સર્વે સાધકોએ અપનાવ્યું છે.

Tags:    

Similar News