પંચમહાલ : પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય...

Update: 2023-01-19 15:21 GMT

પાવાગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય

યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે આયોજન

વિવિધ જિલ્લાના કુલ 313 સ્પર્ધકોએ ભાગ લીધો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ 2019-20થી રાજ્યના 4 પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં વિવિધ જિલ્લાઓના કુલ 313 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 19થી 35 વર્ષના કુલ 256 યુવાનો અને 57 યુવતીઓએ ભાગ લીધો હતો. જેઓએ પાવાગઢ માંચીથી શરૂ કરી દુધીયા તળાવ સુધી 2200થી વધુ પગથિયાં પર આરોહણ-અવરોહણ કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કામિની સોલંકી અને પ્રાંત અધિકારી હાલોલ દ્વારા ફ્લેગ ઑફ કરીને સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રથમ ક્રમાંક વિજેતાઓને રૂ. 25,000 સહિત બન્ને કેટેગરીમાં વિજેતા 1થી 10 સ્પર્ધકોને રૂ. 2,34,0000 E-Pay દ્વારા ચૂકવવામાં આવશે.

Tags:    

Similar News