પાટણ : રાધનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનો બાઇક રેલી સાથે અભિવાદન કાર્યક્રમ યોજાયો....

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશજી ઠાકોરનો બાઇક રેલી કાઢી અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2023-10-10 07:13 GMT

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશજી ઠાકોરનો બાઇક રેલી કાઢી અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશજી ઠાકોરનો ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર વિધાનસભા દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરનું ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગાંધીનગર દક્ષિણના ધારા સભ્ય બન્યા પછી પ્રથમ રાધનપુરની મુલાકાતે તેમનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો, સાધુ-સંતો, ડો ગોવિંદજી ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિગજી સોલંકી, ધારાસભ્ય ધવલસિહ ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

Tags:    

Similar News