પાટણ : રાધનપુર વારાહી રોડ ઉપર હિટ એન્ડ રન, બાઇક ચાલકનું મોત

પાટણ જિલ્લાના રાધનપુર વરહિ રોડ ઉપર આજરોજ ઓનેસ્ટ હોટલ પાસે એક બાઇક ચાલકને અજાણ્યા વાહનચાલક ટક્કર મારીને વાહન ચાલક ફરાર થયો હતો .

Update: 2022-01-07 10:16 GMT

પાટણ જિલ્લાના રાધનપુર વરહિ રોડ ઉપર આજરોજ ઓનેસ્ટ હોટલ પાસે એક બાઇક ચાલકને અજાણ્યા વાહનચાલક ટક્કર મારીને વાહન ચાલક ફરાર થયો હતો . જેમાં મુત્યુ પામેલા યુવાનને પીએમ માટે રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો .

મળતી માહિતી અનુસાર, આજરોજ બપોરના સમયે રાધનપુર વારાહી રોડ પર નેશનલ નંબર 27 ઉપર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક બાઈક ચાલક યુવાનને એક વાહન ચાલકે ટક્કર મારી હતી જેમાં નાની પીપળી ગામના બાઇક ચાલક ઠાકોર બળવંતજી જોરથી પટકાતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું . વાહનચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો . ઘટના અંગેની જાણ પરિવારને થતાં પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Tags:    

Similar News