કાયદામંત્રી રવિશંકરના નિશાના પર ટ્વિટર; કહ્યું - ફ્રી સ્પીચના નામે કાયદાનું પાલન ટાળી નહીં શકો

Update: 2021-06-16 10:30 GMT

 નિયમોનું પાલન ન કરવા બદલ ભારત સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ગાઝિયાબાદ મામલો જોર પકડવાની સાથે હવે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરને આડે હાથ લેવાય છે. કડક વલણ અપનાવીને ટ્વિટર વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કરી છે. પ્રસાદે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કાયદાને ટાળી શકાય નહીં.પ્સાદે સતત અનેક પોસ્ટ્સ કરી, જેમાં તેમણે કહ્યું હતું કે 'જો કોઈ વિદેશી સંસ્થાને લાગે કે તે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના ધ્વજવાહક બનીને કાયદાના પાલનથી પોતાને બચાવે, તો આવા પ્રયાસો વ્યર્થ છે.'

તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે સત્ય એ છે કે ટ્વિટર 26મી મેથી અમલમાં આવતા મધ્યસ્થી દિશાનિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે. ટ્વિટરને ઘણી તકો આપવામાં આવી હતી પરંતુ તેણે નવા કાયદાનું પાલન ન કરવાનું પસંદ કર્યું. પ્રસાદે વધુમાં કહ્યું કે ગાઝિયાબાદમાં જે બન્યું તે પછી આશ્ચર્યજનક વાત છે કે ટ્વિટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. આ બતાવે છે કે ફેક ન્યૂઝ સાથેની તેની લડતમાં અસ્થિરતા છે.

Tags:    

Similar News