સાબરકાંઠા : હિંમતનગર ડેપોમાં રોજ 8થી 10 મુસાફરોના કપાય છે ખિસ્સા, પોલીસ તપાસની માંગ...

હિંમતનગર એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા સલામત નથી. પ્રતિદિન 8થી 10 વ્યક્તિઓના ખિસ્સામાંથી પૈસા સેરવી પોકેટમારો પલાયન થઇ જાય છે

Update: 2022-05-17 05:11 GMT

હિંમતનગર એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા સલામત નથી. પ્રતિદિન 8થી 10 વ્યક્તિઓના ખિસ્સામાંથી પૈસા સેરવી પોકેટમારો પલાયન થઇ જાય છે. એસટી પ્રશાસન દ્વારા કાયમી પોલીસ પોઇન્ટ મુકવા માંગ કરવામાં આવી છે. તેમ છતાં પોલસકર્મીની ગેરહાજરીને કારણે પોકેટમારોને છૂટો દોર મળી ગયો છે.

હિંમતનગર બસ ડેપોમાં પોલીસની ગેરહાજરીને પગલે પોકેટમાર ઉઠાવગીરોને મોકળુ મેદાન મળી ગયુ છે. દૈનિક 15 હજારથી વધુ મુસાફરોની અવરજવરવાળા હિંમતનગર બસ ડેપોમાં ચઢતા-ઉતરતા ખિસ્સા હળવા થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. બસમાં ચઢીને ગયેલ મુસાફરોને ખિસ્સુ કપાયાની જાણ થતા પરત આવતા નથી. પરંતુ ડેપો ખાતે બૂમ પાડનાર મુસાફરોને તપાસનો ન્યાય મળતો નથી. હિંમતનગર બસ સ્ટેન્ડ પોકેટમારો માટે અભયારણ્ય બની ચૂક્યુ છે. એસટી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર 4-5 શખ્સોને રંગે હાથ પકડી 100 નંબર ડાયલ કરી પોલીસને સોંપવામાં આવ્યા છે. પરંતુ પોકેટ મારીના દૂષણનું કોઇ નિરાકરણ આવ્યુ નથી. હિંમતનગર વિભાગીય પરીવહન અધિકારી દ્વારા માર્ચ માસમાં હિંમતનગર ડીવાયએસપીને લેખિત જાણ કરાઇ હતી કે, હિંમતનગર બસ ડેપોમાં મુસાફરોના ખિસ્સા કપાવા, મોબાઇલ ચોરી, બસમાંથી બેગ થેલાની ચોરી, ગળામાં પહેરેલ ચેનની ચોરી જેવા બનાવો વધી રહ્યા છે, ત્યારે લોકોએ 4 ઇસમોને પકડીને પોલીસને સોંપ્યા છે. અગાઉ પણ પોલીસકર્મી રાઉન્ડ ધી ક્લોક હાજર રહેતા આવા બનાવો નિયંત્રણમાં હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસની વ્યવસ્થા ન હોવાથી આવા ચોરોને મોકળુ મેદાન મળી ગયુ છે, ત્યારે પોલીસ દ્વારા આ મામલે કોઇ પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News