સાબરકાંઠા: ઈડરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે અપનાવી આ પધ્ધતિ, જુઓ શું છે ફાયદા

ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે

Update: 2023-06-27 07:04 GMT

સાબરકાંઠા જિલ્લાના ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે

પ્રાકૃતિક ખેતીમાં પોતાને મળેલા ઉત્તમ પરિણામોનો લાભ બીજા ખેડૂતો મેળવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ભાવિકભાઈ દેશી ગાયના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરી ઘન જીવામૃત ખાતર બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે.સાબરકાંઠા જિલ્લાના ઇડરના હિંગરાજના ૩૩ વર્ષીય ભાવિકભાઈ પોતે કોમર્સ ગ્રેજ્યુએટ છે અને ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવી આજે સફળ ખેડૂત બન્યા છે. તેઓ સમયસર અને આયોજન થકી એક નોકરી કરતા પણ સારી આવક મેળવી શકાય છે તે સિદ્ધ કરી બતાવ્યું છે. ભાવિકભાઇ હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું કામ કરે છે તેમજ દેશી ગાયના ગૌમુત્ર-ગોબરમાંથી ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવે છે. ભાવિકભાઇ વ્યવસાયિક ધોરણે ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરી છે. કારણ કે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી છે પરંતુ તેમની પાસે દેશી ગાય ન હોવાથી તેઓ આ ખેતી કરી શકતા નથી તેમના માટે ઘનજીવામૃત લાભદાયી નિવડી રહ્યું છે. ભાવિકભાઇ જણાવે છે કે,પોતાની પાસે છ ગાયો હોવાથી તેમને ઘનજીવામૃત ખાતર બનાવી વેચાણ શરૂ કર્યું છે

Tags:    

Similar News