સાબરકાંઠા: રાજસ્થાન સરકારના એક નિર્ણયથી ઉત્તર ગુજરાતના લોકોમાં ભારે રોષ, જુઓ સ્થાનિકો કેમ કરી રહ્યા છે વિરોધ

સમગ્ર ઉત્તર ગુજરાત માટે સાબરમતી નદી પર 1971-72માં બનાવાયેલ ધરોઈ યોજના ત્રણ જિલ્લા માટે જીવાદોરી સમાન યોજના છે.

Update: 2022-12-23 07:36 GMT

રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતના ત્રણ જિલ્લાના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન ધરોઈ યોજનાને વિફળ બનાવવા બંને રાજ્યો વચ્ચે થયેલ સમજૂતીનો ધરાર અનાદર કરી તાજેતરમાં સાબરમતી તેમજ સેઈ નદી ઉપર ડેમ યોજનાને મંજૂરી આપતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે

સમગ્ર ઉત્તર ગુજરાત માટે સાબરમતી નદી પર 1971-72માં બનાવાયેલ ધરોઈ યોજના ત્રણ જિલ્લા માટે જીવાદોરી સમાન યોજના છે અને વ્યક્ત થઈ રહેલા આશંકા મુજબ રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતના ત્રણ જિલ્લાના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન ધરોઈ યોજનાને વિફળ બનાવવા બંને રાજ્યો વચ્ચે થયેલ સમજૂતીનો ધરાર અનાદર કરી તાજેતરમાં રૂ.2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સેઈ નદી ઉપર ચકસારમાઢિયા અને બુજા ડેમ યોજનાને મંજૂર કરી બજેટમાં જોગવાઈ કરી છે. જેને પગલે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ થયો છે જોકે સ્થાનિકો ડેમનું કામ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયાર કરી લીધી હોવા અંગે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.1971-72 માં વડાલી નજીક ધરોઈ ડેમ યોજના બનાવાઇ હતી. તેમજ ધરોઈ જળાશય યોજનાને પગલે ઉત્તર ગુજરાતના નવ મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ છે. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહેલ છે. તદુપરાંત સાબરમતીનું પાણી ગાંધીનગર થઈ અમદાવાદ સુધી પહોંચે છે. રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજનાની મુખ્ય બે નદી સાબરમતી અને સેઈ નદી ઉપર ચકસારમાઢીયા તેમજ બુજા ડેમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરી બજેટમાં નાણાંકીય જોગવાઈ કરી મલિન ઇરાદાનો અનુભવ કરાવ્યો છે. ડેમ બનવાની સ્થિતિમાં આગામી સમયમાં ધરોઈ ડેમ યોજના નામ માત્રની બની રહેશે તે નક્કી છે. સ્થાનિકોનું માનીએ તો મરતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે ડેમ ન બનાવવા દેવા લોકો મક્કમ બન્યા છે.

આ અંગે સ્થાનિકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રાંત અધિકારીનું કહેવું છે કે આ બાબતે સંબધિત વિભાગને જાણ કરવામાં આવી છે અને સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવે એવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે

હાલના તબક્કે સ્થાનિકોની સહમતી વગર કાર્યાન્વિત થયેલ યોજના અંતર્ગત રાજસ્થાનમાં પણ ભારે વિરોધ શરૂ થઇ ગયો છે સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કારણ કે બંને નદી ઉપર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજિત 1.50 લાખથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે.

Tags:    

Similar News