હિંમતનગરમાં 2 અને મહેસાણામાં 1 કોચિંગ ક્લાસ પર સ્ટેટ GSTના દરોડા

વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની બ્રાન્ચોમાં તપાસ જીએસટીના અધિકારીઓ જરૂરી સાહિત્ય ડેટા, રેકોર્ડ અંકે કરી વિદાય થઇ ગયા હતા

Update: 2022-05-11 05:19 GMT

વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની બ્રાન્ચોમાં તપાસ જીએસટીના અધિકારીઓ જરૂરી સાહિત્ય ડેટા, રેકોર્ડ અંકે કરી વિદાય થઇ ગયા હતા, કોઇ અનિયમિતતા કે ગેરરીતી જોવા મળી કે નહી તે મામલે સ્પષ્ટતા કરી ન હતી .

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોચિંગ ક્લાસનો વ્યવસાય કરતા એકમો યોગ્ય રીતે જીએસટી ભરે છે કે નહી તેના માટે રાજ્યવ્યાપી 48 જગ્યાએ દરોડા કરતાં હિંમતનગરમાં બે બ્રાન્ચ અને મહેસાણામાં એક બ્રાન્ચમાં તપાસ હાથ ધરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે, જીએસટી સર્ચ માટે આવેલ ટીમો સ્પષ્ટતા કર્યા વગર વિદાય થઇ ગઇ હતી.સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોચીંગ ક્લાસીસ સાથે સંકળાયેલા 13 જેટલા એકમોના 48 સ્થળ ઉપર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના જીએસટી વિભાગ દ્વારા સર્વીસ સેક્ટર મામલે સંશોધન હાથ ધરાયુ છે જેમાં સર્વિસ સેક્ટર અન્વયે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા વ્યાવસાયિકો દ્વારા યોગ્ય જીએસટી ન ભરી કોઇ પણ પ્રકારની અનિયમિતતા ગેરરીતી આચરાય છે કેમ તે મામલે તપાસ હાથ ધરાઇ હતી જેના અંતર્ગત સીસ્ટમ બેઇઝડ એનાલીસીસ અને માર્કેટ ઇન્ટેલીજન્સ દ્વારા ચકાસણી હાથ ધરાઇ હતી.જેના ભાગરૂપે સ્પર્ધાત્મક તૈયારીઓ અને ધો-10 થી 12 ના વિદ્યાર્થીઓને કોચીંગ આપતા એકમોની તમામ બ્રાન્ચો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ પ્રા. લિ.ની હિંમતનગર અને મહેસાણા તથા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની હિંમતનગર બ્રાન્ચ ખાતે સર્ચ હાથ ધરાયું હતું. જીએસટી ના દરોડાને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે, જીએસટીના અધિકારીઓ જરૂરી સાહિત્ય ડેટા, રેકોર્ડ અંકે કરી વિદાય થઇ ગયા હતા પરંતુ કોઇ અનિયમિતતા કે ગેરરીતી જોવા મળી કે નહી તે મામલે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. 

Tags:    

Similar News