સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય,વિજેતા સભ્યને અભિનદન પાઠવાયા
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
રાજ્યમાં છ ઓગષ્ટના રોજ યોજાયેલ નગરપાલિકાની પેટા ચૂંટણીની આજરોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર છ ના એક સભ્ય માટે પણ યોજાયેલ ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં આ પરિણામ જાહેર થઈ ગયું હતુ. ભાજપના ઉમેદવાર અનિષા ચોહાણનો 1700 મતે વિજય થયો હતો.ભાજપના ઉમેદવારનો વિજય થતા ભાજપના કાર્યકરો તેમજ સભ્યોમાં આનંદ છવાયો હતો