સુરેન્દ્રનગર : રૂ. 9 કરોડના ખર્ચે નિર્માણ પામેલ “નમો કમલમ” ભાજપ કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

રતનપર બાયપાસ રોડ પર અંદાજે રૂ. 9 કરોડના ખર્ચે “નમો કમલમ” જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું

Update: 2023-10-16 09:28 GMT

રતનપર બાયપાસ રોડ પર ભાજપ કાર્યાલયનું નિર્માણ

અંદાજિત રૂ. 9 કરોડના ખર્ચે “નમો કમલમ” બનાવાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે “નમો કમલમ”નું ઉદઘાટન

સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય “નમો કમલમ”નું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ખાતે રતનપર બાયપાસ રોડ પર અંદાજે રૂ. 9 કરોડના ખર્ચે “નમો કમલમ” જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય “નમો કમલમ”નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ભાજપના આગેવાનો અને કાર્યકરો માટે વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

નમો કમલમ જીલ્લા ભાજપ કાર્યાલય જીલ્લા ભાજપના 700 જેટલા હોદેદારો, કાર્યકરો અને શુભેચ્છકોના અનુદાન થકી બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રી મુળુ બેરા, સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News