સુરેન્દ્રનગર:સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ ઓવરફલો, લીલાપુર ગામ આસપાસના 200 વિઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા

પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા

Update: 2023-02-20 07:09 GMT

સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલના પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. સુરેન્દ્રનગરના લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

Full View

ત્યારે પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ફરી ઓવરફલો થતા કેનાલનું ચિક્કાર પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. એમાંય કેનાલનું ઓવરફ્લો પાણી અંદાજે 200 વિઘાથી વધારે જમીનમાં ખેતરના ઉભા પાકમાં ઘુસી જતા ખેતરો જળબંબાકાર બની ગયા હતા ત્યારે ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો ઝુંટવાઇ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ખેતરોમાં એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

Tags:    

Similar News