ડાંગ દરબારના લોકમેળામાં વેપારીઓ અને મનોરંજક રાઇટ્સ સંચાલકોનો મેળાવડો જામશે

ડાંગ દરબારના ભવ્ય ભાતિગળ લોકમેળાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, અહી ડાંગ અને ડાંગ બહારના વેપારીઓનો પણ જમાવડો થઈ રહયો છે.

Update: 2022-03-10 09:49 GMT

ડાંગ જિલ્લાના એકમેવ એવા ઐતિહાસિક ડાંગ દરબારના ભવ્ય ભાતિગળ લોકમેળાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે, અહી ડાંગ અને ડાંગ બહારના વેપારીઓનો પણ જમાવડો થઈ રહયો છે.

ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના સહયોગ થી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૩થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન આહવા ખાતે આયોજિત ઐતિહાસિક ડાંગ દરબારના મેળાની તૈયારીઓ આખરી તબક્કામાં છે, ત્યારે આહવાના આંગણે જુદી જુદી ચીજવસ્તુઓના વેચાણ અર્થે ઉમટી પડતા વેપારીઓ માટે, પ્રશાસને ૯૧૮ જેટલા હંગામી સ્ટોલ્સ ફાળવ્યા છે. તો ચગડોલ, મોતનો કૂવો, મેરી ગો રાઉન્ડ જેવી જુદી જુદી મનોરંજક રાઇટ્સ માટે ૧૧ પ્લોટની ફાળવણી કરી દેવામા આવી છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના સખી મંડળોના મહિલા સભ્યો દ્વારા નિર્મિત જુદી જુદી પ્રાકૃતિક ચીજવસ્તુઓ જેવી કે બામ્બુ ક્રાફ્ટ, હેન્ડી ક્રાફ્ટ, નાગલીની વિવિધ પ્રોડક્ટ, ઇમીટેશન જ્વેલરી, ડ્રેસ મટિરિયલ્સ સહિત સ્વાદિષ્ટ વ્યંજનોના પ્રદર્શન અને વેચાણ માટેના ૪૦થી વધુ સ્ટોલ્સ પણ ફાળવી દેવામાં આવ્યા છે.

Tags:    

Similar News