'ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી' અંતર્ગત ઉના પોલીસ દ્વારા વાંસોજ ગામ લોકોને જાગૃત કરાયા

આવારા તત્વો હેરાન કરે તો પણ તાત્કાલિક પોલીસને જાણ કરવી જેવી અનેક બાબતથી વાંસોજ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા

Update: 2024-01-30 15:06 GMT

આજ કાલ લોકો ખુબજ ફ્રોડ કંપની અથવા ન્યુડ વિડિયો કોલનો શિકાર બની છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે લોકોને જાગૃત કરવા હાલ પોલીસ પણ જાગૃતતા ફેલાવી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત ઉના ડીવીજનના એએસપી અગ્રવાલ સાહેબ તેમજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. જે બાંટવા દ્વારા એક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં વાંસોજ ગામમાં કોઈ નાના મોટા પ્રશ્નો છે કે નહીં તેમજ હાલ ઘણા લોકો ફ્રોડ કંપનીનો ભોગ બનતા હોઈ છે તો આવુ આવનાર ભવિષ્યમાં ના થાય તેનાથી સાવચેત રહેવું અને જો આવું કાઇ થાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી કોઈ આવારા તત્વો હેરાન કરે તો પણ તાત્કાલિક પોલીસને જાણ કરવી જેવી અનેક બાબતથી વાંસોજ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા..

Delete Edit

આ કાર્યક્રમમાં ઉના ડીવીજનના એએસપી અગ્રવાલ સાહેબ,નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે બાંટવા, બીટ જમાદાર રાજુ, હેડ કોન્સ્ટેબલ જગદીશ ડોડીયા, સંજય ચાવડા, વિજય, સંજય વાળા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ વાંસોજ ગામના ઉના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મોહન વાજા, વાંસોજ ગામના ઉપસરપંચ જગદીશ વાળા, ભગવાન કામળીયા, બીજલ સોલંકી, ધીરુ સોંલકી નરેશ વાળા જેવા અનેક આગેવાનો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News