રાજ્યમાં 108ની એર એમ્બ્યુલન્સ મળશે, પૈસા અને સમયની થશે બચત

રાજ્યના છેવાડાના હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય

Update: 2022-03-22 06:52 GMT

રાજ્યના છેવાડાના હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી પહેલીવાર એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

આ સર્વિસ ના ભાગરૂપે દર્દીને એરપોર્ટ સુધી તેમજ એરપોર્ટથી હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી 108 એમ્બુલન્સની રહેશે, જ્યારે એરપોર્ટથી એરપોર્ટ સુધી દર્દીને પહોંચાડવાની જવાબદારી ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની (ગુજસેલ)ની રહેશે. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે દર્દીના સગા 108 નો સંપર્ક કરી કલાક દીઠ 55 હજારથી 65 હજાર રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.હાલમાં આ સુવિધા ગુજરાત પુરતી શરૂ કરાઈ છે

અને ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે આ સર્વિસ વિસ્તારવામાં આવશે. હાલ કોઈ દર્દીને એર એમ્બ્યુલન્સ ની જરૂર પડે તો 1.40 લાખ નું ભાડુ ચૂકવી મુંબઈ કે દિલ્હીથી એર એમ્બ્યુલન્સ મંગાવવી પડતી હતી.અને તેના ફીસ માટે લાખો રૂપિયા ચૂકવવા પડતા હતા પણ હવે ઘર આંગણે સુવિધા મળતા પૈસા અને સમયની પણ બચત થશે.

Tags:    

Similar News