જામનગરમાં સ્થપાશે વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, વડાપ્રધાન મોદી દ્વારા કરાશે ખાતમુહૂર્ત

વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર માં સ્થાપનાર છે

Update: 2022-04-08 10:14 GMT

વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર માં સ્થાપનાર છે, સેન્ટર નું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રિય આયુષ મંત્રી સરબાનંદા સોનોવાલે આજે જામનગરની મુલાકાત લીધી હતી અને પત્રકાર પરિષદ સંબોધી હતી.

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર નજીક સ્થાપનાર છે ત્યારે આ અંગે પત્રકાર પરિષદ માં કેન્દ્રિય આયુષ મંત્રી શ્રી સરબાનંદા સોનોવાલ, ભારત સરકાર ના આયુષ સેક્રેટરી પદ્મશ્રી વૈધ રાજેશ કોટેચા, જામનગર ના સાંસદ પૂનમબેન માડમ, ઇત્ર ના ડાયરેકટર ડો. અનુપ ઠાકર અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુકુલ પટેલે પત્રકારોને માહિતી પૂરી પાડી હતી

કેન્દ્રિય કેબિનેટ મંત્રી સરબાનંદા સોનોવાલે જણાવ્યુ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મીડિસિન સેન્ટર ભારતને ફાળવીને ભારત સરકાર અને આપણાં બધા ઉપર મોટી જવાબદારી મૂકી છે, દેશના સફળ અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આપણે સહિયારા પ્રયાસથી આ જવાબદારી સુપેરે નિભાવિશુ તેનો મને વિશ્વાસ છે, 250 મિલિયન ડોલરની ભારત સરકારની સહાયથી સ્થપાનાર આ સેન્ટર માટે ગુજરાત સરકાર દ્વારા જામનગર નજીક 35 એકર જગ્યા આયુષ મંત્રાલયને વિનામુલ્યે ફાળવા માટે કેન્દ્રિય મંત્રી સરબાનંદા સોનોવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.આગામી 19 એપ્રિલે યોજાનાર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ સી. ટ્રેડરોશ,કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખમાંડવિયા,મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ ઈસ્ટ એશિયન રીઝીયોનલ ઓફિસના ડાયરેકટર તેમજ અનેક દેશના દિલ્હી સ્થિત એમ્બેસેડર અને કેન્દ્રિય તેમજ રાજ્ય મંત્રી મંડળના સદસ્યો ઉપસ્થિત રહેનાર છે.

Tags:    

Similar News