તમાકુના વેચાણ સામે કડક પ્રતિબંધ લાવવા તમાકુ મુક્ત અભિયાન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત...

હાલમાં સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય તો તે યુવાનો તમાકુ વ્યસની બની રહ્યા છે. જેના કારણે રાજ્યમાં વધુ પડતાં કેન્સરના કેસ સામે આવી રહ્યા છે.

Update: 2023-03-21 11:28 GMT

તમાકુ મુક્ત ગુજરાત અભિયાન દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં તમાકુના વેચાણ પર કડક પ્રતિબંધ અમલીકરણ કરવામાં આવે. આ સાથે જ સરકારી અને અર્ધસરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં પણ તમાકુના સેવન ઉપર કડકપણે નિયંત્રણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

હાલમાં સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય તો તે યુવાનો તમાકુ વ્યસની બની રહ્યા છે. જેના કારણે રાજ્યમાં વધુ પડતાં કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે તમાકુ મુક્ત ગુજરાત અને કેન્સર મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મુખ્યપ્રધાન ગૃહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને રૂબરૂ મળીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખી દેશમાં અને રાજ્યમાં તમાકુનો કાયદો વધુ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તમાકુ મુક્ત ગુજરાત અભિયાન ફાઉન્ડર પ્રમુખ રોહિત પટેલે જણાવ્યું હતું કે, તમાકુ મુક્ત ફાઉન્ડર દ્વારા સમગ્ર ગુજરાતમાં તમાકુથી બનાવેલી તમામ પ્રોડક્ટ જેમાં સેવન, વિતરણ, વેચાણ, ઉત્પાદન કે, સંગ્રહ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે અને તેનું કડક અમલીકરણ કરવામાં આવે. આ ઉપરાંત કોઈપણ કાર્ય સ્થળ પર મહિલા સુરક્ષા માટેનો કાયદો વિશાખા ગાઈડલાઈન અને કોલેજ કેમ્પસમાં રેગીંગને લગતા કાયદા સરકારે અપનાવવો જોઈએ. તેવી જ રીતે સરકાર પ્રત્યેક સરકારને સરકાર તેમજ ખાનગી સંસ્થાઓમાં તમાકુના સેવન પર નિયંત્રણ લાદવામાં આવે. પ્રત્યેક સરકારી ખાનગી સંસ્થાઓનો ICCનું ગઠન કરી 3 મહિને સંસ્થાઓનું ઓડિટ કરી સરકારને જવાબ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત નિયુક્ત કરેલી એજન્સીઓ દ્વારા આ સંસ્થાઓની મુલાકાત પણ લેવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News