ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરી આવશે ગુજરાત, મહિનામાં બીજી વખત મુલાકાત

ગુજરાત 2022 ની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ હોય કોંગ્રે હોય કે આપ હોય તેમના દિગ્ગ્જ નેતાઓની ગુજરાત મુલાકાત વધતી જાય છે.

Update: 2022-04-07 08:32 GMT

ગુજરાત 2022 ની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ હોય કોંગ્રે હોય કે આપ હોય તેમના દિગ્ગ્જ નેતાઓની ગુજરાત મુલાકાત વધતી જાય છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પુનઃ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા એક મહિનામાં આનંદીબેન પટેલની બીજી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.આમ હાલ રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલ પહલ વધવા પામી રહી છે. ત્યારે મહત્વનું છે કે, આનંદીબેન પટેલ આવતીકાલે અમદાવાદમાં શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના કાર્યક્રમમાં પણ આનંદીબેન હાજર રહેશે. તેમજ અમિત શાહના સંસદીય વિસ્તારમાં સ્કૂલ લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ચહલપહલ વધવા પામી રહી છે.

તેની વચ્ચે કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધું છે. આમ એપ્રિલના પ્રથમ સ્પતાહથી જ પ્રશાંત કિશોરની ટીમ ગુજરાત પહોંચી છે. અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે માત્ર ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ આપ પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી. તો સાથે સાથે આપના અધ્યક્ષ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હમણાજ ગુજરાત પ્રવાસે આવીને ગયા અને હજી પણ ગુજરાત પ્રવશે આવશે. તો ભાજપમાં દિગ્ગ્જ નેતાઓ વડાપ્રધાન,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હવે ગુજરાત મુલાકાત વધવા લાગી છે.  

Tags:    

Similar News