ઉત્તરાયણ:રાજ્યમાં સવારે શરૂઆતના બેથી ત્રણ કલાકમાં 36 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા

ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 36 જેટલા બનાવો બની ચૂક્યા છે.

Update: 2022-01-14 06:34 GMT

ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 36 જેટલા બનાવો બની ચૂક્યા છે. અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા 32 વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં 50 વર્ષીય વ્યક્તિના ગળામાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા 76 વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી.

તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી.108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સવારે 9 વાગ્યા સુધીમાં 691 જેટલા કોલ મળ્યા છે. જેમાં 8 બનાવ ગળામાં દોરી વાગવાના, 28 બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને 108 મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડને પક્ષી બચાવ કોલના સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર બે કોલ મળ્યા છે. જેના પરથી કહી શકાય કે સવારથી ઓછી પતંગ ઉડવાના કારણે પક્ષીઓના ઇજા થવાના બનાવો ઓછા જોવા મળ્યા છે.

Tags:    

Similar News