વલસાડ : સગીરાના બીભત્સ ફોટા વાઇરલ કરી દુષ્કર્મ આચારનાર યુવકની ધરપકડ…

વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે એક મહિલાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના જ ગામ રહેતા એક યુવક દ્વારા તેની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી

Update: 2022-04-01 15:56 GMT

વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે એક મહિલાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના જ ગામ રહેતા એક યુવક દ્વારા તેની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી, વિશ્વાસમાં લઇ તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યા છે, એટલું જ નહીં આરોપીએ તેમની દીકરીના બીભત્સ ફોટાઓ ફેસબુક આઇડી મારફતે વાયરલ કરી દેવામાં આવ્યા હતા.

ઉપરાંત ગામમાં પણ આ દીકરીના બીભત્સ ફોટો કોપી નાખી સગીરાને બદનામ કરવાના ઇરાદાપૂર્વકનું કૃત્ય આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીએ કરેલા સોશિયલ મીડિયાના દૂરપયોગને લઈને સાયબર ક્રાઇમ પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધરી આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News