વલસાડ: રાજધાની ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ,જુઓ અસામાજિક તત્વોએ શું રચ્યો હતો કારસો

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.

Update: 2022-01-15 07:58 GMT

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટીકણખોરોએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચેથી અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી, તે દરમ્યાન રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અજાણ્યા ટીકણખોરોએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા પિલર ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી. પણ ઘટના સ્થળે દોડી આવી નીરક્ષણ કર્યું હતું. એફ.એસ.એલ સહિત ડોગ સ્ક્વોર્ડને પણ સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનની ચાલી રહેલી કામગીરી કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો. પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબ જ મોટી દુર્ઘટનાની પુરેપુરી શક્યતા હતી, ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓએ પિલર મૂકનારને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News