વલસાડ : બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ અને વિટામીન-Aના ડોઝ આપી કળમિનાશક સપ્‍તાહની ઉજવણી કરાશે

બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્‍વ (હિમોગ્‍લોબીન) ખુબજ અગત્‍યનું સુક્ષ્મ ઘટક તત્‍વ છે.

Update: 2022-02-09 03:16 GMT

બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્‍વ (હિમોગ્‍લોબીન) ખુબજ અગત્‍યનું સુક્ષ્મ ઘટક તત્‍વ છે. વધુમાં બાળકોને જો કળમિનો ચેપ લાગે તો શરીરમાં લોહતત્‍વની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે. દર વર્ષે વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્‍ટ માસમાં કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે.

કળમિનાશક સપ્‍તાહની ઉજવણી માટે દર વર્ષે નેશનલ ડી વોમીંગ કે દ્વારા ૧થી ૧૯ વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ કળમિનાશક ગોળી આપવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરી-૨૦૨૨માં જિલ્લાના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા શાળા/આંગણવાડી તથા ઘરે-ઘરે જઇ તમામ ઘરોને આવરી લઇ બાળકોને તા. ૧૦-૦૨-૨૦૨૨થી તા.૧૭-૦૨-૨૦૨૨ સુધી નેશનલ વોર્મીંગ ડે (કળમિનાશક)ની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં કુલ ૬,૦૭,૧૬૭ બાળકોને લક્ષ્યાંક મુજબ આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ (કળમિનાશક દવા) ખવડાવવામાં આવશે. ૧થી ૫ વર્ષના તમામ બાળકોને તા. તા. ૧૦-૦૨-૨૦૨૨થી ૩૧-૦૩-૨૦૨૨ દરમિયાન લક્ષ્યાંક મુજબ કુલ ૧.૫૦ લાખ બાળકોને વિટામીન-એના ડોઝ પીવડાવામાં આવશે. બાળકોમાં સંપૂર્ણ શારીરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય તે માટે કળમિનાશક દવા તથા વિટામીન-એ તમામ બાળકોને આપવી ખૂબ જ જરૂરી છે.

Tags:    

Similar News