વલસાડ : લગ્નની પહેલી રાત જ યુગલને વીતાવવી પડી હવાલાતમાં, જુઓ શું છે રસપ્રદ કિસ્સો

વલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે

Update: 2022-01-25 09:56 GMT

વલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે અને નાઇટ કરફયુમાં લગ્ન કરનારા યુગલને લગ્નની પહેલી રાત જ પોલીસ કસ્ટડીમાં વીતાવવાની નોબત આવી છે.

ગુજરાતમાં કોરોના કેસ ઉપર નિયંત્રણ લાવવા મહાનગરો સહિત 19 શહેરોમાં નાઇટ કરફયુનો અમલ કરાવવામાં આવી રહયો છે. વલસાડ અને વાપીમાં પણ નાઇટ કરફયુ અમલમાં છે તેવામાં વલસાડમાં નવ દંપત્તિ અને તેના પરિવારજનો વિરૂધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ નવ દંપત્તિને લગ્નની પહેલી રાત જ વલસાડ શહેર પોલીસની કસ્ટડીમાં વીતાવવાની નોબત આવી હતી. વલસાડ નગરપાલિકાના પુર્વ પ્રમુખના પરિવારના લગ્નપ્રસંગનું આયોજન કરાયું હતું. લગ્નની વિધિ પુર્ણ થયા બાદ નવ દંપત્તિ તથા તેમના પરિવારજનો ત્રણ કારમાં સવાર થઇ વલસાડની બહાર જઇ રહયાં હતાં. તે દરમિયાન પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણેય કારને પોલીસે રોકી હતી અને આ કિસ્સામાં નાઇટ કરફયુ અંગે બહાર પાડવામાં આવેલાં જાહેરનામાનો ભંગ થયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વલસાડમાં લગ્ન કરી પરત ફરી રહેલાં નવ દંપત્તિ તથા તેમના પરિવારજનોને આખી રાત વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં વીતાવવી પડી હતી. વલસાડમાં બનેલા આ કિસ્સાના આગામી દિવસોમાં ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડે તેવી પણ સંભાવનાઓ છે.

Tags:    

Similar News