વલસાડ : વાપીમાં પાન-મસાલાના સપ્લાયર પાસેથી રૂ. 60 હજારની ગુપ્ત ચોરી, ઘટના CCTVમાં કેદ

વાપીમાં પાન-મસાલાના સપ્લાયરની નજર ચૂકવી રૂ. 60 હજારની ચોરી કરનાર અજાણ્યા યુવકો CCTV કેમેરામાં કેદ થયા હતા.

Update: 2023-12-14 08:58 GMT

વલસાડ જિલ્લાના વાપીમાં પાન-મસાલાના સપ્લાયરની નજર ચૂકવી રૂ. 60 હજારની ચોરી કરનાર અજાણ્યા યુવકો CCTV કેમેરામાં કેદ થયા હતા.

વલસાડ જિલ્લાના વાપીમાં ઈમરાન નગર મસ્જિદ પાસે આવેલી પાન-મસાલાની દુકાનમાં પાન-મસાલાનો સામાન સપ્લાય કરતા અશોકભાઈ રાબેતા મુજબ માલની ડિલિવરી કરવા આવ્યા હતા. જેઓ મોટરસાઇકલ પાર્ક કર્યા બાદ પાનની દુકાને સામાનની ડિલિવરી કરવા ગયા હતા, ત્યારે મોપેડ સવાર અજાણ્યા યુવકો તેમની મોટર સાઇકલમાંથી રૂ. 60 હજારની ગુપ્ત થેલી લઇને નાસી છૂટ્યા હતા. જે બાદ અશોકભાઇએ વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપનાર યુવક નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો, ત્યારે મહત્વનું છે કે, CCTV ફૂટેજ ક્યારે તપાસવામાં આવશે, અને પોલીસ તેમની સામે ક્યારે કાર્યવાહી કરશે તેવો લોકોમાં સવાલ ઉદભવ્યો છે. તો બીજી તરફ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તરણમાં આવા બનાવો સામાન્ય બની ગયા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

Tags:    

Similar News