વલસાડ : સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-15 13:01 GMT

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં નાયબ પોલીસ અધિક્ષક મનોજ ચાવડાએ પોલીસ વિભાગની સેવાઓ, પોલીસની કામગીરી તથા પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમ જણાવ્‍યું હતું. કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડશે તેવી ખાતરી તેમણે આપી હતી. વિદ્યાર્થીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત લેવા અને પોલીસને મિત્ર સમજવા પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

વલસાડ જિલ્લા ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ તથા મહિલ અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. એડવોકેટ શોભનાદાસે મહિલાલક્ષી વિવિધ કાયદાઓ, મહિલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.ડી.જાનીએ સાઇબર ક્રાઇમ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના જાગૃતિબેન ટંડેલ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક ધારા કાપડીયાએ તેમના વિભાગને લગતી કામગીરી અંગે સૌને વાકેફ કર્યા હતા. ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનના કાઉન્‍સેલર કંચન ટંડેલે હેલ્‍પલાઇનની મોબાઇલ એપ ડાઉનલોડ કરાવી તેનો મુશ્‍કેલીના સમયમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સવિસ્‍તર સમજણ આપી હતી.

Tags:    

Similar News