વલસાડ: તિથલ બીચ પર મેંગો ફેસ્ટિવલનું આયોજન,કેરીની 113 જેટલી પ્રજાતિઓનું નિદર્શન કરાયુ

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિથલ બીચ ખાતે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Update: 2023-05-27 10:36 GMT

વલસાડના તિથલ બીચ ખાતે મેંગો ફેસ્ટિવલનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિથલ બીચ ખાતે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથે જ તેમના દ્વારા 113 જેટલી કેરીની અવનવી પ્રજાતિઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું તમામ સ્ટોલની વિઝીટ કરી કેરીની અલગ અલગ પ્રજાતિ વિશે તેમણે માહિતી મેળવી હતી મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે વલસાડ નવસારી અને સુરત જીલ્લો જે પ્રમાણે કેરી ના સર્વેમાં બાકાત રહી ગયો છે તેના અંગે ધારાધોરણ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યા ધારા ધોરણના નક્કી કર્યા બાદ આગામી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Tags:    

Similar News