વલસાડ : ટાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 12.18 કરોડ રૂપિયા સહાય પેટે મંજુર

Update: 2021-06-24 15:38 GMT

વલસાડ જિલ્લામાં તૌકટે વાવાઝોડા, અતિ ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે માટે રાજયના આદિજાતિ રાજય મંત્રી રમણલાલ પાટકરે સંબંધિત વિભાગને સૂચના આપી હતી. આ સર્વેમાં અંદાજે ૧૪ હજાર કરતાં વધુ ખેડૂતોને અંદાજિત રૂા.૨૩ કરોડ જેટલું નુકશાન થયું હોવાનું જણાયું હતું. જે પૈકી અગાઉ ૬૪૩૩ ખેડૂતોને ૧૦.૯૩ કરોડની સહાય ચૂકવી દેવામાં આવી હતી.

જ્યારે બાકી રહેતા ખેડૂતોને સહાય મળે તે માટે રાજ્યરમંત્રી રમણલાલ પાટકરે કેબીનેટમાં રજૂઆત કરી હતી. જેથી રાજ્ય ના CM વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના ૮,૧૦૨ ખેડૂતો માટે વધુ રૂા.૧૨.૧૮ કરોડની સહાયની મંજૂરી આપી હતી. આ સહાયની ચૂકવણી ખેતવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે, એમ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુ હતું.

Tags:    

Similar News