સાહિત્યકાર ધીરુબહેન પટેલનું અમદાવાદ ખાતે 96 વર્ષની વયે નિધન

ધીરુબહેનના જીવનમાં એક ડોકિયું કરીએ તો વડોદરાના ધર્મજમાં તારીખ 29 મે,1926ના રોજ એમનો જન્મ થયો હતો.

Update: 2023-03-10 11:23 GMT

ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના સર્જક એવા ધીરુબહેન પટેલે 96 વર્ષની વયે નિધન થયું છે. આખરી શ્વાસ સુધી એમનામાં લખવાની તમન્ના અકબંધ રહી.

ધીરુબહેનના જીવનમાં એક ડોકિયું કરીએ તો વડોદરાના ધર્મજમાં તારીખ 29 મે,1926ના રોજ એમનો જન્મ થયો હતો. ધીરુબહેનના પિતા અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય હતા. માતા અને પિતાનો શબ્દવારસો ધીરુબહેનમાં ઊતરી આવ્યો હતો. ધીરુબહેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કૂલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયાં હતાં. એમણે વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને વર્ષ 1948માં એમ.એની ડિગ્રી મેળવી હતી. મુંબઈ ખાતે પ્રાધ્યાપક તરીકેની આજીવન કારકિર્દી દરમિયાન ધીરુબહેને મૂલ્યવાન અને પ્રાણવાન સાહિત્યનું પણ સર્જન કર્યું છે, જેના કારણે મહિલા ગુજરાતી સર્જક તરીકે તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, હાસ્યકથાઓ, બાળસાહિત્ય, અનુવાદ અને કાવ્ય એવા સાહિત્યના લગભગ સઘળા પ્રકારોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. વર્ષ 2003-2004 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ધીરુબહેન રહ્યાં હતા. 

Tags:    

Similar News