દેશમાં મોસમનો મિજાજ બદલાયો.

Update: 2016-03-14 07:32 GMT

ઉત્તર ભારતમાં હિમવર્ષા,કમોસમી વરસાદ તો દક્ષિણ ભારતમાં કાળઝાળ ગરમી.

ઉત્તર ભારતનાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર સહિતનાં વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી હિમપાત વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. એટલું જ નહિં ખેતીને નુકશાનની સાથે-સાથે જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે, ૭૨ કલાક થી બરફવર્ષા ઉપરાંત પહાડી વિસ્તારોમાં મધ્ય ભારતમાં વરસાદ અને કરા પડવાથી ઘઉંનાં પાકને નુકશાન પહોંચ્યું હોવાનું કહેવાય છે.જ્યારે રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાથી ખેતીનાં પાકને નુકશાનીની ભીતી સેવાઈ રહી છે.

શીમલા ઉપરાંત કુપરી, ફાગુ, નારકંડા માં પણ વરસાદ થયો છે.શીમલામાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. ઉપરાંત વૈષ્ણવ દેવી યાત્રા પણ હિમપાતથી પ્રભાવિત થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Similar News