ભરૂચ : વકીલ મિત્રો માટે આંખ અને દાંતની સારવાર માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ...

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, આઇ.ક્યૂ. હોસ્પિટલ તથા ડેન્ટલ કેર ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે આઈ ચેકઅપ તથા દાંતની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2022-06-09 12:48 GMT

ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકૂલ ખાતે આજરોજ વિનામુલ્યે આંખ અને દાંતની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, આઇ.ક્યૂ. હોસ્પિટલ તથા ડેન્ટલ કેર ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે આઈ ચેકઅપ તથા દાંતની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 જેટલા વકીલ મિત્રોએ આઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ એ.બી.સિપાઈ સહિતના તમામ વકીલ મિત્રોએ દાંતના સ્પેશિયાલિસ્ટ ડો. માર્ગી સોલંકી તથા આઈ.ક્યૂ. હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બન્ને તબીબોએ વકીલ મિત્રોને આંખ અને દાંતની કેવી રીતે સંભાળ રાખવી અને યોગ્ય સારવાર કેવી રીતે આપવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Tags:    

Similar News