આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેઇન સ્ટોક, આદતોમાં ફેરફાર કરવાથી બચી જશે તમારો જીવ....

બ્રેઇન સ્ટોકએ એક ખતરનાક સ્થિતિ છે. જે જીવન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. બ્રેન સ્ટોક થવાના ઘણા કારણો હોય શકે છે.

Update: 2023-10-25 09:59 GMT

બ્રેઇન સ્ટોકએ એક ખતરનાક સ્થિતિ છે. જે જીવન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. બ્રેન સ્ટોક થવાના ઘણા કારણો હોય શકે છે. આપની અત્યારની બદલાતી જીવન શૈલીના કારણે પણ બ્રેન સ્ટોક આવવાનું જોખમ વધી જાય છે. જો આ આદતોને ગંભીરતાથી લઈને આદતો સુધારી દેશો તો તમે બ્રેન સ્ટોકથી બચી શકશો.

બ્રેઇન સ્ટોકના મુખ્ય કારણો

ખરાબ આહાર

ટ્રાન્સ ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમથી ભરપૂર ખોરાક મેદસ્વીતા અને બીપીમાં વધારો કરે છે. સ્ટ્રોક માટે બંને મુખ્ય કારણો છે. તેથી જ ફળ, શાકભાજી અને અનાજથી સમૃદ્ધ સંતુલિત આહાર જ ખાવો જોઈએ.

ધૂમ્રપાન

ધૂમ્રપાન બ્રેન સ્ટોક તરત દોરી જતાં કારણો માનું એક છે. તેના કારણે રકત વાહિનીઓ સાંકળી અને કડક બની જાય છે. તેનાથી લોહી ગંધઈ જવાનું જોખમ વધે છે. તેથી જ બીડી, સિગારેટ, હુક્કા, અને ગાંજાની આદત છોડી દેવી જોઈએ.

બેઠાળુ જીવન

બેઠાડુ જીવનશૈલી સ્ટ્રોકના વધતા જોખમ સાથે સંકળાયેલી છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે. તેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સુધરે છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે.

દારૂ પીવો

જે લોકો વધુ પડતો દારૂ પીવે છે. તેમનું બ્લડ પ્રેસર વધી જાય છે અને હદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. જેના કારણે બ્રેઇન સ્ટોકનો ખતરો વધી જાય છે. ટેથી જ દારૂનું વ્યસન સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ.

વધુ વજન

વધુ વજન અથવા મેદસ્વીતાના કારણે ડાયાબિટીસ અથવા તો બીપી જેવા રોગો આવી શકે છે. અને આનાથી સ્ટોકનું જોખમ વધે છે. યોગ્ય આહાર અને તંદુરસ્ત ખોરાકના કારણે તમે સ્વસ્થ રહી શકો છો.

પાણી ના પીવું

ડિહાઈડ્રેશનના કારણે લોહીની સ્નિગ્ધતા વધે છે. જે લોહીના ગાંઠવવાનું કારણ બની શકે છે. જો તમે યોગ્ય માત્રામાં પાણી પિશો તો બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઘટી જશે. 

Tags:    

Similar News