ખજૂરના છે અનેક ફાયદા, હાડકાને મજબૂત બનાવવા આ રીતે કરો ખજૂરનું સેવન, મળશે રાહત.....

ખજૂરમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, આયર્ન અને કાર્બ્સ જેવા પોષક તત્વો સહિત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે.

Update: 2023-09-10 09:12 GMT

ખજૂરમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, આયર્ન અને કાર્બ્સ જેવા પોષક તત્વો સહિત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે. ખજૂરનું સેવન નિયમિત કરવામાં આવે તો તેનાથી હાડકાં અને માંસપેશીઓ પણ મજબૂત થાય છે. ખજૂરમાં રહેલું મેગ્નેશિયમ અને વિટામિન બી6 હાડકાંને મજબૂત બનાવે છે. તેથી તમારા આહારમાં ખજૂરનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ.

1. ખજૂર અને દૂધનું સેવન

દરરોજ ખજૂર અને દૂધનું એકસાથે સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. આ માટે એક ગ્લાસ દૂધ લો, તેમાં 4-5 ખજૂર નાંખીને ઉકાળો. તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં આ દૂધનું સેવન કરી શકો છો. ખજૂરમાં મેગ્નેશિયમ અને વિટામિન B6 હોય છે, તેમજ દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. ત્યારે રોજ ખજૂરનું દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે.

2. પલાળેલા ખજૂર

જો તમને દૂધ સાથે ખજૂર ખાવાનું પસંદ ન હોય, તો તમે ખજૂરને પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો. આ માટે 5-6 ખજૂર લો. તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. હવે સવારે ખાલી પેટે ખજૂર ખાઓ. દરરોજ સવારે પલાળેલાં ખજૂર ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે. આ ઉપરાંત ખજૂરમાં રહેલું આયર્ન લોહીની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે.

3. ખજૂરના લાડુ

સામાન્ય રીતે આપણે ચણાના લોટના અથવા સોજીના લાડુનું સેવન કરીએ છીએ. હાડકાંને મજબૂત કરવા માટે તમે ખજૂરના લાડુનું સેવન પણ કરી શકો છો. ખજૂરના લાડુમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. ખજૂરના લાડુ અહીં જણાવેલી રેસિપીની મદદથી સરળતાથી બનાવી શકાય છે.

4. ખજૂરનો હલવો

તમે સોજી અને ગાજરનો હલવો ખૂબ ખાધો હશે, પરંતુ હાડકાંને મજબૂત કરવા માટે તમે ખજૂરનો હલવો પણ ખાઈ શકો છો. ખજૂરનો હલવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા સાથે લાભદાયક પણ છે. દરરોજ ખજૂરનો હલવો ખાવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાના દુ:ખાવામાં પણ રાહત મળે છે. અહીં ખજૂરનો હલવો બનાવવાની રેસિપી આપેલી છે.

Tags:    

Similar News