શું તમે રોજ સવારે તાંબાના વાસણનું પાણી પીવો છો? તો આ વાત જાણી લેજો, નહીંતર થશે નુકસાન

ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.

Update: 2023-06-11 07:58 GMT

ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે. આજના જમાનામાં તાંબાના જગ અને લોટાની જગ્યા એ કાચના વાસણો નો ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ અનેક ઘરોમાં આજે પણ તાંબાના વાસણમાં પાણી રાખવામા આવે છે. ડોકટર પણ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનું કહે છે. આ પાણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને પાચનક્રિયા પણ મજબૂત થાય છે. તાંબામાં રાખવામા આવેલ પાણી પીવાથી ફાયદો તો થાય છે પરંતુ ક્યારેક નુકશાન થઈ શકે છે, જાણો શું થાય છે નુકશાન....

તાંબાના વાસણમાં રાખવામા આવેલ પાણી સાથે ના કરશો આ ભૂલ

1. આખો દિવસ તાંબાની બોટલમાં રાખવામા આવેલ પાણીનું સેવન કરો છો. તો શરીરમાં કોપરની માત્રા વધી શકે છે. જેના કારણે પેટનો દુખાવો અને કિડની ફેલ થવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

2. તાંબાના વાસણમાં રાખવામા આવેલ પાણી ફાયદાકારક છે પરંતુ જો તેમાં લીંબુ અને મધ મિક્સ કરીને ભૂખ્યા પેટે પીવામાં આવે તો તે ઝેર જેવુ કામ કરે છે.

3. લીંબુમાં રહેલ તત્વ તાંબા સાથે મિક્સ થઈને રિએકટ કરે છે. આ પાણી પીવાથી પેટનો દુખાવો, ગેસ અને ઉલટીની સમસ્યા થઈ શકે છે.

4. તાંબાના વાસણમાં રાખેલ પાણી ચાર્જ થઈ જાય છે. તેના કારણે તે પાણીની તાસીર ગરમ રહે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થાય છે.

5. તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ મૂકીને તેનું સેવન કરવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ રહે છે.

6. કિડની અને હાર્ટ ના દર્દીઓએ તાંબાના વાસણમાં રાખવામા આવેલ પાણી પીતા પહેલા ડોકટરની સલાહ લેવી. 

Tags:    

Similar News