હવે ખીલથી છૂટકારો, માત્ર 7 દિવસમાં ખીલ દૂર કરવાની ઘરેલું પેસ્ટ: રાત્રે લગાવો અને સવારે ફેસ ક્લિન કરો

આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવાને કારણે ચહેરો ગંદો લાગે છે

Update: 2023-03-15 07:31 GMT

આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવાને કારણે ચહેરો ગંદો લાગે છે અને સાથે તમે મેક અપ પણ પ્રોપર રીતે કરી શકતા નથી. આ માટે ચહેરા પરના ખીલ દૂર કરવા ખૂબ જરૂરી છે. વાત કરવામાં આવે તો ચહેરા પર ખીલ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે સાત દિવસમાં ખીલ દૂર કરવા ઇચ્છો છો તો આ હોમમેડ પેસ્ટ લગાવો.

સામગ્રી

1. એક ચમચી ચણાનો લોટ

2. એક ચમચી મધ

3. એક ચમચી ગુલાબજળ

4. અડધી ચમચી હળદર

v આ રીતે ઘરે પેક બનાવો

આ પેક ઘરે બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધી જ સામગ્રીઓ એક બાઉલમાં લઇ લો. હવે આ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને 5 મિનિટ માટે રહેવા દો. પાંચ મિનિટ રહીને આ પેસ્ટ ફેસ પર લગાવો. ફેસ પર લગાવ્યા પછી સુકાવા દો અને બે મિનિટ માટે મસાજ કરો. આ પેસ્ટ તમારે રોજ રાત્રે ઊંઘતા પહેલાં ચહેરા પર લગાવવાની રહેશે. આ પેસ્ટ તમે સતત સાત દિવસ સુધી લગાવશો તો બધા જ ખીલ દૂર થઇ જશે અને સાથે તમારો ફેસ મસ્ત ગ્લો કરશે. આ ફેસ તમારી સ્કિન ટોન પણ સુધારવાનું કામ કરે છે.

જાણો આ પેસ્ટના ફાયદાઓ

આ પેસ્ટ તમે દરરોજ ચહેરા પર લગાવો છો તો ખીલ દૂર થાય છે અને સાથે-સાથે તમારા ફેસ પર મસ્ત ગ્લો આવે છે. આ પેસ્ટમાં ચણાનો લોટ આવે છે જે તમારી સ્કિનને અંદરથી ગ્લો લાવવાનું કામ કરે છે. આ સાથે જ હળદરનો ઉપયોગ થાય છે જેમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

Tags:    

Similar News