શું તમે ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માંગો છો, તો કરો આ વસ્તુનો ઉપયોગ

લોકો ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણા ક્રીમને અને અનેક ટ્રીટમેન્ટ કરાવતા હોય છે

Update: 2022-01-24 06:15 GMT

લોકો ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માટે ઘણા ક્રીમને અને અનેક ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ત્યારે આ એક કાચા દૂધનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પિગમેન્ટેશન દૂર કરવાની સાથે કાચા દૂધમાં પણ આવા ગુણ જોવા મળે છે, જે ચહેરા પરની ટેનિંગ અને ડાઘ-ધબ્બા દૂર કરવાનું કામ કરે છે.શું તેને ચહેરા પર લગાવવાથી ખરેખર ઘણા ફાયદા થાય છે?

કાચા દૂધનાં ફાયદા :-

- કાચું દૂધ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. દૂધ ત્વચામાંથી કરચલીઓ દૂર કરે છે, ત્વચાની રચનાને સરખી કરે છે અને તડકામાં રાહત આપે છે.

- સમયની સાથે ત્વચાનું વૃદ્ધત્વ સામાન્ય બાબત છે, સૂર્યના કિરણો ચહેરા પર સતત પડતા કરચલીઓનું કારણ બને છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ કરચલીઓ ઘટાડે છે અને ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

- તે સૂર્યના કિરણોથી થતા નુકસાનને રિપેર કરવાનું પણ કામ કરે છે.

- દૂધ શ્રેષ્ઠ કુદરતી એક્સ્ફોલિયેટર માનવામાં આવે છે. તે મૃત ત્વચાને દૂર કરવામાં અને નરમ અને કોમળ ત્વચા મેળવવામાં મદદ કરે છે.

- કાચા દૂધ ખીલ મટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. તે ત્વચામાંથી વધારાનું તેલ અને ગંદકી દૂર કરવાનું કામ કરે છે.

- દૂધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે.

કાચું દૂધ કેવી રીતે ઉપયોગ કરવો :-

એક બાઉલમાં બે ચમચી કાચું દૂધ નાખો. હવે તેમાં એક કોટન બોલ ડુબાડો અને તેને ચહેરા, ગરદન, હાથ અને પગ પર લગાવો. હવે તેને ત્વચા પર સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. અને યુઆર પછી પછી પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો દૂધમાં હળદર અને લીમડાનો પાઉડર પણ મિક્સ કરી શકો છો.

Tags:    

Similar News