ભારત ટૂંક સમયમાં કોરોનાની વધુ બે સ્વદેશી રસી મેળવશે,આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી માહિતી

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી, આગામી દિવસોમાં વધુ બે સ્વદેશી કોવિડ-19 રસી ઉપલબ્ધ થશે

Update: 2021-12-07 05:40 GMT

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી, આગામી દિવસોમાં વધુ બે સ્વદેશી કોવિડ-19 રસી ઉપલબ્ધ થશે. માંડવિયાએ 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ, 2021' પસાર થવા પર કહ્યું કે બંને નવી રસીઓ માટે ત્રીજા તબક્કાના ટ્રાયલ ડેટા સબમિટ કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું, 'અમને આશા છે કે બંને નવી રસીઓના ડેટા અને ટ્રાયલ સફળ થશે. આ બંને કંપનીઓ ભારતીય છે, આને લગતું સંશોધન અને ઉત્પાદન પણ દેશમાં જ થયું છે. સરકારની મદદથી ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર 9 મહિનામાં કોવિડ-19 રસી વિકસાવી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં 51 APIનું ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે રૂ. 14,000 કરોડની પ્રોડ્યુસર લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે. હકીકતમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ 2021' રજૂ કર્યા બાદ બોલી રહ્યા હતા. આ દરમિયાન ઘણા સભ્યોએ દેશમાં ફાર્માસ્યુટિકલ સંશોધનને પ્રોત્સાહન આપવા અને સમયબદ્ધ રીતે વધુ સારા સંશોધન કેન્દ્રો સ્થાપવાની માંગ કરી હતી.

Tags:    

Similar News