તડકેથી આવીને સીધા જ ઠંડુ પાણી ન પીવું, આ બે ભૂલ તો એનાથી પણ વધારે જોખમી

ધીમે ધીમે ઉનાળાની આકરી ગરમી આકરી થતી જાય છે. જેમ જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકો હવે એસી, કૂલક અને ફ્રીઝના ઠંડા પાણી તરફ વળી રહ્યાં છે.

Update: 2023-04-24 06:06 GMT

ધીમે ધીમે ઉનાળાની આકરી ગરમી આકરી થતી જાય છે. જેમ જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકો હવે એસી, કૂલક અને ફ્રીઝના ઠંડા પાણી તરફ વળી રહ્યાં છે. ભારતનો લગભગ 90 ટકાથી વધુ ભાગ હીટવેવની વધુ અસર અને ગંભીર સ્થિતી અંતર્ગત આવે છે. જેથી લોકો પોતાને ગરમીથા બચાવવા માટે અલગ-અલગ નુસ્ખા અપનાવતા હોય છે. હીટ સ્ટ્રોક અને અતિશય ગરમીના કારણે લાગતા થાકને દૂર કરવા અને તાજગી અનુભવવા માટે મોટાભાગે લોકો ઠંડુ પાણી પીતા હોય છે. બહારની ગરમીમાંથી ઘરે આવતા જ એસી ચાલુ કરી તેમાં બેસે છે અથવા ગરમીથી બચવા ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરતા હોય છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે આ ઉપાયોમાંથી કેટલાક તમને ટૂંક સમય માટે રાહત તો આપશે પણ તમને નુક્શાન પણ પહોંચાડશે. લોકો ઉનાળામાં સામાન્ય ભૂલો ન કરે અને પોતાના સ્વાસ્થની કાળજી રાખી શકે તે માટે જાગૃતિ આવવી જોઈએ. જેથી News18.com દ્વારા ભીષણ ગરમીમાં ઠંડક મેળવવાની ઉપયોગમાં લેવામાં આવતી રીતો વિશે પ્રવર્તતી ઘણી ખોટી માન્યતાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News