ગાય-ભેંસ જ નહીં, બકરીનું દૂધ પણ શરીર માટે છે હેલ્ધી, આ બીમારીઓમાં આપે છે રાહત

આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે.

Update: 2023-06-01 08:39 GMT

આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે. ગાય-ભેંસનુ દૂધ વધારે પીવામાં આવે છે, પરંતુ ફક્ત ગાય-ભેંસનું જ નહીં પરંતુ બકરીના દૂધમાં પણ અનેક ઘણા ન્યુટ્રિશન હોય છે. જેને પીવાથી અનેક બીમારીઓમાં રાહત મળે છે.

પ્રોટીનથી ભરપુર

અમેરિકાની ગવર્મેન્ટ ફૂડ ડેટા સેન્ટ્રલ મુજબ, બકરીના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા વઘારે હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બકરીનુ દૂધ સ્પેશિયલ વસ્તુ છે. દુનિયાભરના લગભગ 65 ટકા વસ્તી બકરીનું દૂધ પીવે છે. બકરીનું દૂધ પીવાથી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે. તો આ દૂધ ઘણા હેલ્થ પ્રોબ્લેમને પણ દૂર કરે છે.

ડાઇજેશનમાં સરળ

બકરીનું દૂધ પીવાનું સૌથી મોટુ કારણ ઇઝી ડાઇજેશન છે. ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં લેક્ટોઝ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. જેના કારણે પાચનમાં સરળ હોય છે. ત્યાં બાકી ન્યુટ્રિશન પણ ભરપુર માત્રામાં હોય છે. તેથી ઉંમર વધવાની સાથે અમેરિકામાં ઘણા બધા લોકો બકરીનું દૂધ પીવાનું પસંદ કરે છે.

ગટ હેલ્થ માટે ફાયદાકારક

બકરીના દૂધમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ રહેલા છે. જેના કારણે આ આંતરડામાં થનારા સોજાને કંટ્રોલ કરે છે. જે લોકોને ડાઇજેશનની સમસ્યા હોય છે, તેમણે બકરીનું દૂધ પીવાથી કોઇ પણ ગેસ, એસિડિટી અથવા કબજીયાતની ફરીયાદ રહેતી નથી.

વિટામીન એ અને ડી ભરપુર માત્રામાં

બકરીના દૂધમાં વિટામીન ડી ભરપુર હોય છે, જે બોન હેલ્થ માટે જરુરી છે. તે સાથે મેન્ટલ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમને સારુ કરવા માટે વિટામીન ડી જરુરી હોય છે. તેમાં વિટામીન એની માત્રા પણ ભરપુર હોય છે.

આ બીમારીઓમાં પીવુ જોઇએ બકરીનું દૂધ

· હાડકાં અને પગના દુખાવો

· વારંવાર ઇન્ફેક્શન લાગવુ

· હાથ-પગમાં સુન્ન થવુ

· ડેગ્યુનો તાવ

· નબળાઇ અને દુબળાપણુ

Tags:    

Similar News