બેડ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવો છે? તો ઘઉના લોટમાં મિકસ કરો આ વસ્તુ…

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે તો આવા સમયે બેડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઝડપથી વધી શકે છે.

Update: 2023-11-09 08:08 GMT

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે તો આવા સમયે બેડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઝડપથી વધી શકે છે. તેના માટે લોટમાં એક ચમચી કાળા ચણાનો પાઉડર નાખીને રોટલી બનાવવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકશો. તો આવો જાણીએ ઘઉંના લોટમાં કાળા ચણા નાખીને ખાવાથી શું શું ફાયદા મળી શકે છે.

· કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું છે તો ફાઈબર યુક્ત ખાનપાન સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. ઘઉંના લોટમાં ચાળ્યા વિના રોટલી બનાવતા પહેલા કાળા ચણાનો પાઉડર નાખી દો. તેમાં અનસૈચુરેટેડ ફૈટ્સ જોવા મળે છે, જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને કમ કરી શકે છે. ફાઈબરનો સારો સોર્સ હોવાના કારણે કાળા ચણા અને ઘઉંનું મિશ્રણ ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારવામાં મદદ કરી શકશે.

· ઘઉં અને ચણાની રોટલી કેવી રીતે બનાવવી તેના વિશે અમે અહીં આપને જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ચાળ્યા વિનાનો ઘઉંનો લોટ લઈને તેમાં કાળા ચણાનો પાઉડર ભેળવો. ચણાને પીસતી વખતેમાં તેના ફોતરા ઉતારવા નહીં. હવે બંનેને મિલાવીને સારી રીટે લોટ બાંધી લો અને 30 મીનિટ સુધી રાખી મુકો. હવે તેને નોર્મલ રોટલીની માફક બનાવી લો. રોજ આવી રોટલી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે.

· ઘઉંના લોટ અને ચણાની રોટલી ખાવાના ફાયદા વિશે પણ જાણી લઈએ. આ રોટલીના સેવનથી શરીરને ભરપૂર ફાઈબર મળે છે અને વજન વિના ભૂખ કંટ્રોલ થાય છે. જેનાથી વજન ઝડપથી કમ થાય છે.

· કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. કાળા ચણાના ગ્લાઈસેમિક ઈંડેક્સ પણ ખૂબ કમ છે. જે બ્લડ શુગર લેવલને કમ કરી શકે છે. કબજિયાતની પરેશાને દૂર કરવામાં કાળા ચણા અને ઘઉંના લોટથી બનેલી રોટલી ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણા અને ઘઉંના લોટની રોટલીથી કેટલીય તકલીફો દૂર થઈ શકે છે. જો કે, કોઈ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે, તો ડોક્ટર્સ પાસે જવાની સલાહ આપવામાં આવે છે.

Tags:    

Similar News