શિયાળામાં શરીરને રાખશે સ્વસ્થ સફેદ તલ, આ રીતે બનાવો આહારનો ભાગ

શિયાળામાં તલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. તે શરીરને ગરમી આપવાની સાથે પોષણ પણ પ્રદાન કરે છે.

Update: 2024-02-03 09:23 GMT

શિયાળાના ખોરાકમાં ખાસ કરીને હેલ્ધી અને ટેષ્ટી વાનગી ખાવામાં આવે છે. ત્યારે શિયાળામાં તલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. તે શરીરને ગરમી આપવાની સાથે પોષણ પણ પ્રદાન કરે છે. તેમાં કેલ્શિયમની પૂરતી માત્રા મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તે આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે, મગજની તંદુરસ્તી સુધારે છે અને પાચન શક્તિ પણ વધારે છે. તો ચાલો જાણીએ ગુણોની ભરપૂર એવા તલમાંથી બનેલી આ સરળ રેસિપી-

તલનું પીણું :-

કેલ્શિયમથી ભરપૂર સફેદ તલનું પીણું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. સફેદ તલને થોડી વાર પાણીમાં પલાળી રાખો. મિક્સરમાં પલાળેલા તલ, ખજૂર, તજ પાવડર અને પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી મિક્સ કર્યા બાદ તેને ગાળીને સર્વ કરો. સ્વાદ માટે તેમાં બદામ પાવડર પણ ઉમેરી શકાય છે.

તલ ચોખા :-

ચણાની દાળ, અડદની દાળ, કાળા તલ, લાલ મરચાં, કરી પત્તા અને જીરું એક પછી એક ફ્રાય કરો. પછી બધી સામગ્રીને એક મિક્સર જારમાં નાખીને પીસી લો. આ પીસીને રાંધેલા ચોખામાં મિક્સ કરો. તેલમાં જીરું અને હિંગ ઉમેરો અને આ ચોખાને હળવા શેકી લો. બારીક સમારેલી લીલા ધાણા મિક્સ કરીને સર્વ કરો.

તલ ગોળ સ્ટફ્ડ ખજૂર :-

ખજૂરમાથી ઠળિયા કાઢી અને બીજી તરફ એક કડાઈમાં ગોળ ઓગાળી લો, પછી તેમાં સફેદ તલ નાખીને બરાબર હલાવો. જે રીતે રીંગણને ખુલ્લી ખજૂરમાં સ્ટફિંગ કરો, તેમાં તૈયાર કરેલા તલ અને ગોળનું મિશ્રણ ભરો અને સ્ટફ્ડ ખજૂર તૈયાર થઈ જશે.

તલ ગોળ અને પીનટ પરાઠા :-

શેકેલા સફેદ તલ અને મગફળીને ગોળ સાથે પીસી લો. પીસ્યા પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને લોટમાં ભરો અને પરાઠાને તવા પર ઘી વડે શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ તલના પરાઠા.

Tags:    

Similar News