બાળકોની હાઈટને લઈને ચિંતામાં છો? ઉમર પ્રમાણે હાઇટ વધતી નથી? તો આ જ્યુસ પીવડાવો

વધતી ઉમરની સાથે બાળકોના શરીરમાં અનેક પ્રકારના બદલાવો થતા હોય છે. અને આ ચેંજીગ થવા પણ જરૂરી છે.

Update: 2023-04-23 06:48 GMT

પેરેન્ટ્સને હંમેશા તેના બાળકોની ચિંતા હોય છે. ખાસ કરીને ગ્રોથ અને હાઇટ્સને લઈને માતા પિતાના મનમાં અનેક સવાલો ઊભા થતાં જ રહે છે. વધતી ઉમરની સાથે બાળકોના શરીરમાં અનેક પ્રકારના બદલાવો થતા હોય છે. અને આ ચેંજીગ થવા પણ જરૂરી છે. આમ તમે પણ હાઇટને લઈને ચિંતા છો તો આ બે જ્યુસ તમારી ચિંતા દૂર કરશે.

આમ, વાત કરવામાં આવે તો બાળકોની હાઇટ ના વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને આ માટે પુરતા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. બાળકોની હાઇટ વધારવા માટે પેરેન્ટ્સ અનેક પ્રકાસના નુસખાઓ અજમાવતા હોય છે. તેમ છતાં તેમણે જોઈએ તે પરિણામ મળતું નથી. તો આજે અમે તમને એવા 2 જ્યુસ વિષે જણાવીશું જે તમારા બાળકોની હાઇટ પણ વધારશે અને તમારા બાળકોનો ગ્રોથ પણ જળપથી થશે.

1. પાલકનું જ્યુસ:-

બાળકની હાઇટ વધતી નથી અને તેનો ગ્રોથ અટકી ગયો છે. તો તમે તેને પાલકનું જ્યુસ પીવડાવો. પાલકના જ્યુસમાં અનેક ગણી તાકાત રહેલી હોય છે. પાલકનાં જ્યુસમાં અનેક ન્યુટ્રિસીયન રહેલા હોય છે જે હાઇટ ની સાથે સાથે ગ્રોથ પણ સારો કરે છે. આ માટે તમે પાલકને ધોઈને કટ કરી લો. પછી તેમાં બાળકને ભાવતું ફ્રૂટ મિક્સ કરીને રસ કાઢી લો. આ જ્યુસ બાળકને રોજ પીવડાવો.

2. એવાકાડોનું જ્યુસ:-

એવાકાડોનું જ્યુસ બાળકો માટે સૌથી બેસ્ટ છે. એવાકાડોનું જ્યુસ તમે બાળકોને દરરોજ પીવડાવી શકો છો. આનાથી માઇન્ડ શાર્પ થાય છે અને સાથે સાથે હાઇટ પણ વધે છે. આ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા એવાકાડો લઈ તેને સારી રીતે ધોઈ નાખો, પછી તેની છાલ ઉતારી મિકસરમાં પીસી નાખો. પછી તેમાં લીંબુ નો રસ અને મધ મિક્સ કરીને પીવડાવો. તો તૈયાર છે એવાકાડોનું જ્યુસ

Tags:    

Similar News