વધતાં વજનથી પરેશાન છો? સખત મહેનત કરવા છતાં નથી ઉતરતું વજન, તો ફોલો કરો આ 5 ટિપ્સ, ફટાફટ ઉતરશે વજન.....

આજકાલ ભાગ દોડ ભરી જિંદગીમાં મેદસ્વીતા ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે.

Update: 2023-10-09 10:21 GMT

આજકાલ ભાગ દોડ ભરી જિંદગીમાં મેદસ્વીતા ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરતાં હોય છે તેમ છતાં વજન નથી ઉતરતું. આ બીઝી લાઈફમાં લોકોને જિમ જવા માટે સમય પણ નથી મળતો. અનેક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કર્યા બાદ પણ જો વજન ના ઉતરે ત્યારે ખૂબ જ ખરાબ લાગતું હોય છે. તો આજે અમે એવિ 5 ટિપ્સ લઈને આવ્યા છીએ જેને ફોલો કરવાથી તમારું વજન માખણની જેમ ઓગળી જશે.

વજન ઘટાડવાની ટિપ્સ....

· સૌ પ્રથમ સવારની શરૂઆત હેલ્ધી ડિટોક્સથી કરો. ખાલી પેટે ચા કે કોફી પીવાના બદલે ડિટોકસ ડ્રિંક પીવો. દરરોજ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ્સ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

· ડાયટમાંથી સુગરને અલવિદા કહો. આ ઉયપ્રાંત તળેલી ચીજો, જંકફૂડ, મેંદો કે ફૂડ પેકેટને ખાવાનું બંધ કરી દો.

· બે મિલ વચ્ચ કમસેકમ 6 થી 7 કલાકનો ગેપ રાખો. ગ્રીન ટી ને તમારા ડાયટમાં સામેલ કરો. આ ઉપરાંત ખાસ મહત્વનુ કે ડિનર 7 વાગ્યા પહેલા લઈ લો.

· પ્રોપર ડાયેટની સાથે સાથે એક કલાક અચૂક એકસરસાઇઝ કરવું રાખો. માત્ર ડાયટ ફોલો કરવાથી કે માત્ર એકસરસાઇઝ કરવાથી વજન નથી ઉતરતું.

· આ ઉપરાંત સવારમાં 30 થી 40 મિનિટ વોક કરવાનું પણ રાખો. આમ કરવાથી વજન ઝડપથી ઉતરશે.

Tags:    

Similar News