તજના ફાયદા તો ખબર હશે પણ શું તેના નુકશાન વિષે જાણો છો? મોં માં નાખતા પેલા વિચારજો નહીં તો ......

કેટલીક બીમારીઓ એવી છે જેમાં તજનું સેવન કરવાથી હેલ્થને ઘણું નુકસાન થઈ શકે છે.

Update: 2023-04-23 10:11 GMT

દરેક લોકોના રસોડામાં તજ સરળતાથી મળી રહે છે. તજ રસોઈનો સ્વાદ વધારે છે. અને સાથે સાથે હેલ્થ અને સ્કીન માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. જો કે આ વાત સો ટકા સાચી છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક બીમારીઓ એવી છે જેમાં તજનું સેવન કરવાથી હેલ્થને ઘણું નુકસાન થઈ શકે છે. તો જાણો એવી કેટલીક બીમારીઓ વિષે જેમાં તજનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન

1. તજમા બ્લડસુગર ઓછુ કરવાની ક્ષમતા હોય છે. રિસર્ચ અનુસાર તજ બ્લડ સુગર ને ઓછું કરે છે. આજ જો તમે સુગર લો થવાની દવા લો છો અને સાથે તજનું સેવન કરો છો તો હેલ્થ માટે અનેક ગણું નુકસાન કારક સાબિત થાય છે. જે તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

2. તજનું સેવન વધારે માત્રામાં કરો છો તો શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તજમા સિનામેલ્ડિહાઈડ હોય છે. જે ગળામાં ખારાશ, બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ કરી શકે છે. અસ્થમાના દર્દીઓએ તજનું સેવન કરવું જોઈએ નહિઁ. આ સમસ્યામાં તજનું સેવન કરવાથી તકલીફ વધી શકે છે.

3. તજનું સેવન કરવાથી પાચન ક્રિયા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તજનું સેવન કરવાથી પેટમાં બળતરા થઈ શકે છે. તજનું સેવન કરવાથી પેટમાં અલ્સર જેવી સમસ્યા પણ થઈ શકે છે.

Tags:    

Similar News